પાકિસ્તાન છે કૂતરાંની પૂંછડી જેવું વાંકું, ભારતે પણ કાપી લીધું નાક

ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર લાંબા સમયથી વિવાદનો મુદ્દો છે

પાકિસ્તાન છે કૂતરાંની પૂંછડી જેવું વાંકું, ભારતે પણ કાપી લીધું નાક

જમ્મુ : સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરીને પાકિસ્તાની સેનાએ સતત ત્રીજા દિવસે ગોળીબાર કર્યો છે. પાકિસ્તાનની સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ગુરુવારે નિયંત્રણ રેખા પાસે મુખ્ય થાણાઓ પર તેમજ નાગરિક વિસ્તારોમાં ગોળીબાર કર્યો છે. અધિકારીઓએ માહિતી આપી છે કે પાકિસ્તાની સેનાએ પુંછ સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે મોર્ટારથી તેમજ નાના હથિયારોથી એટેક કર્યો હતો. જોકે ભારતીય સેનાઓએ પણ જોરદાર સામનો કરીને તેમને ધુળ ચટાડી દીધી હતી. સેનાએ આપેલી માહિતી પ્રમાણએ છેલ્લા 24 કલાક દરમિયાન નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાનની સેનાએ પાંચ વખત સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું છે. 

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની સેનાએ સતતે બીજા દિવસે બુધવારે પણ સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું હતું. જોકે આનો પણ ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. આ એટેક રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા પાસે આવેલા કલાલ અને નૌશેરા સેક્ટરમાં કરવામાં આવ્યો હતો. આ પહેલાં મંગળવારે પણ પાકિસ્તાની સેનાએ રાજોરીના નૌશેરા સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. 

અધિકારીઓએ માહિતી આપી છે કે ભારત-પાક ફ્લેગ મીટિંગમાં સંયમ રાખવાની અને 2003ના સંઘર્ષ વિરામના નિયમોનું ઉલ્લંઘન ન કરવાની વારંવાર અપીલ કરવા છતાં પાકિસ્તાન સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતું રહે છે. ભારત અને પાકિસ્તાની સીમા પાસે છેલ્લા 15 વર્ષમાં સૌથી વધારે સંઘર્ષ વિરામની ઘટના 2018માં થઈ છે. 2018માં સંઘર્ષ વિરામની 2936 જેટલી ઘટના સામે આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news